મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં યુવાનની વાડીના સેઢા પાસે જેસીબીથી રસ્તા ઉપર કામ કરતા હતા ત્યારે યુવાને જીસીબી વાડીની વાડ પાસે ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખા રાખીને બે શખ્સોએ તેને ગાળો આપી હતી અને બે શખ્સ દ્વારા જપાજપી કરવામાં આવી હતી ત્યારબાદ જેસીબી મશીનનું બકેટ નીચે કરવામાં આવતા યુવાનના પત્ની સહિત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને ચાર શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા હસમુખભાઈ જીવણભાઈ પરમાર (42)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાંતિલાલ દલસુખભાઈ પરમાર, ચેતનભાઇ દલસુખભાઈ પરમાર, પ્રભુભાઈ ગોરધનભાઈ ચાવડા અને ભગવાનભાઈ મૂળજીભાઈ પરમાર રહે. બધા નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર જેસીબી મશીનથી કામ ચાલુ હતું જે જેસીબી મશીનના ચાલકને ફરિયાદી યુવાને તેમની વાડીની વાતરફ મશીન નહીં ચલાવવા માટે કહ્યું હતું જેથી કરીને આરોપી કાંતિલાલ અને ચેતનભાઇએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને પ્રભુભાઈ તથા ભગવાનભાઈએ ફરિયાદી યુવાન સાથે જપજપી કરી હતી ત્યારબાદ જેસીબીના ચાલકને નીચે ઉતારીને કાંતિલાલ પરમારે જેસીબી મશીન ચલાવ્યું હતું અને પોતે જાણતો હતો કે, જેસીબીનું બકેટ નીચે આવવાથી નીચે ઉભેલા વ્યક્તિઓને જા થાય તેમ છે તેમ છતાં પણ તેને જેસીબીનું બકેટ નીચે લઈ આવીને ત્યાં ઉભેલા સાહેદ અક્ષય તથા ફરિયાદીના પત્નીને બકેટ વડે ઇજા કરી હતી અને ફરિયાદીને આડેધડ માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News