મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો


SHARE









હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો

હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી છે અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેર ની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને તે બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા અને થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પીઆઈ એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી હતી અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતકના પિતરાઇ ભાઇ પ્રવીણભાઈની ફરિયાદ લઈને પોલીસે વિક્રમભાઈ ચતુરભાઈ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે આરોપી પકડાયા બાદ તેણે કયા કારણોસર જેમાભાઈની હત્યા કરી છે તેની માહિતી સામે આવશે તેવુ હાલમાં પોલીસ જણાવી રહી છે




Latest News