Morbi Today
મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો
SHARE









મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો
મોરબી નજીક આવેલા શકત શનાળા ગામે ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે આ શક્તિધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૬ જન્મોત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને શનાળા ગામે કાર્યરત તલવાર બાજી ટીમ દ્વારા માતાજીને ૫૬ ભોગનો પ્રસાદ અને ૯૪૬ દીપની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહમંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના હોદેદારો તેમજ મોરબી પંથકમાં રહેતા ઝાલા પરિવારના લોકો અને માતાજીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ મહાઆરતીમાં સહભાગી બન્યા હતા
