મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાંથી 12 બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE





મોરબીમાંથી 12 બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસિંગ બોર્ડના નાકા પાસેથી દારૂની 12 બોટલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લાવેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસિંગ બોર્ડના નાકા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બાર બોટલો મળી આવતા પોલીસે 8,352 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રિતેશ નીતિનભાઈ ચૌહાણ (34) રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીના નજરબાગ નજીક આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા જીવરાજભાઈ શામજીભાઈ મૂછડીયા (42) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતો કેતન વિજયભાઈ ગોધાણી નામનો વ્યક્તિ બાઈક લઈને મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં કેતન ગોધાણીને ઇજા થયેલ હોવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News