હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

હે રામ: હળવદ તાલુકાનાં બે માલધારીની 45 ગાયોને ચિખલી ગામે રહેતા પિતા-પુત્રએ રખોપું કરીને ચરાવવાના બદલે કતલ કરાવી નાખી


SHARE













હે રામ: હળવદ તાલુકાનાં બે માલધારીની 45 ગાયોને ચિખલી ગામે રહેતા પિતા-પુત્રએ રખોપું કરીને ચરાવવાના બદલે કતલ કરાવી નાખી

માળીયા તાલુકાના ચીખલી ગામે રહેતા પિતા પુત્રને માલધારીઓ વિશ્વાસ રાખીને પોતાના ગૌવંશો ચરાવવા અને રખોપું કરવા માટે આપતા હતા અને તેના બદલામાં તેને વળતર પણ ચુકવતા હતા પરંતુ આ બંને શખ્સ દ્વારા માલધારીઓની ગાયોને ચરાવવા અને રખોપું કરવાને બદલે તેની કતલ કરવામાં આવતી હતી જેથી કરીને અગાઉ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં આવી જ એક ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેમાં જુદા જુદા બે માલધારીની કુલ મળીને 45 જેટલી ગાયો રખોપું કરવા અને ચરાવવા માટે થઈને આપી હતી તે ગાયો પરત નહીં આપીને 4.50 લાખ રૂપિયાની કિંમતની ગાયોની કતલ કરવામાં આવી હોય હાલમાં પોલીસે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા મેહુલભાઈ અરજણભાઈ ગોલતર (21)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, સાતેક મહિના પહેલા ફરિયાદીએ પોતાની માલિકીની 25 ગાય તેમજ હળવદના મિયાણી ગામે રહેતા જીવણભાઈ ખેતાભાઇ નામના માલધારીએ પોતાની માલિકીની 20 ગાય આમ કુલ મળીને 45 ગાયોને મુસ્તાક તથા તેના પિતા આમીનને રખોપુ કરવા અને ચરાવવા માટે થઈને તેઓ ઉપર વિશ્વાસ મૂકીને આપી હતી અને તેના બદલામા દરેક ગાય દીઠ તેને મહિને 300 રૂપિયા લેખે વળતર પણ આપવામાં આવતું હતું જોકે આ 45 ગાયો મુસ્તાક અને તેના પિતા દ્વારા માલધારીઓને પરત આપી ન હતી અને 4.50 લાખ રૂપિયાની કિંમતની ગાયોને આરોપીઓએ કતલ કરવા માટે થઈને આપી દીધી હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક અને આમીન સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા તાલુકાના ખાખરેચી ગામના બે માલધારીઓ દ્વારા તેમની 50 જેટલી ગાયો આ બંને શખ્સોને ચરાવવા માટે થઈને આપી હતી અને તે પૈકીની 14 ગાયો ગુમ થયેલ હતો જેમાંથી એક ગાય પછી મળી ગયેલ છે જો કે13 ગાયોની કતલ થઈ હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આ બંને આરોપી ઉપરાંત અન્ય પાંચ આરોપીઓને પકડ્યા છે અને તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા તેવામાં હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ગાયોની કતલ કરી હોવા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણીનો કબજો લેવા માટે થઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News