મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી કાર માલીકને નુકસાન વળતરની રકમ ચુકવવા ગ્રાહક અદીલતનો હુકમ
મોરબીના માળિયા ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે માથુ છુંદી નાખતા યુવાનનું કમકમાટાભર્યુ મોત
SHARE
મોરબીના માળિયા ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે માથુ છુંદી નાખતા યુવાનનું કમકમાટાભર્યુ મોત
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા ભારે વાહનના ચાલકે ફૂટપાટ નજીક ઉભેલા અજાણ્યા પરપ્રાંતીય યુવાનને હડફેટે લીધો હતો અને માથાના ભાગે વાહન ફરી વળતા ઘટના સ્થળે જ યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા માળિયા ફાટક પાસે તા.૧૦ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં માળિયા ફાટક ચોકડીએ રોડ સાઇડની ફૂટપાટ પાસે ઉભેલા અજાણ્યા આશર્વ પાંત્રીસેક વર્ષના યુવાનને કોઈ વાહન ચાલકે હડફેટએ લીધો હતો અને રોડ ઉપર પટકાયા બાદ તેના માથાના પાછળના ભાગેથી વાહનના વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયુ હતું અને બાદમાં તેના મૃતદેહને પીએમ માટે હાલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. અજાણ્યો મૃતક કોણ છે તેની ઓળખ મેળવવા માટે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક પરપ્રાંતિય મજૂર હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે તથા અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક નજીક આવેલ કેસરબાગની દિવાલ પાસે રહેતો શંભુભાઈ અશોકભાઈ સીધા નામનો ૨૮ વર્ષનો યુવાન નટરાજ ફાટક નજીક રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને ટક્કર મારતા પડી ગયો હતો અને બાદમાં કમર અને ડાબા પગના ઘુટીએ ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેને ખાનગી હોસ્પિટલે લાવ્યા હતા
મારામારીમાં ઈજા
મોરબીના લાલપર ગામે રહેતા આલોકકુમાર ગુલજારભાઈ બેઠા નામના ૧૮ વર્ષના યુવાનને લાલપર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરી છે. જ્યારે મધ્યપ્રદેશના રેવા જિલ્લાના ચંપાગઢ ગામનો અને હાલ મોરબી રહેતો અનુજકુમાર વર્મા નામનો ૨૬ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તાલુકાના હરીપર (કેરાળા) ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં અનુજકુમાર વર્માને ઇજા થતાં તેને ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પોલીસને આ બનાવની જાણ કરી છે.