તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ મોરબીમાંથી 8 દિવસમાં રસ્તે રજડતા વધુ 29 ઢોર ડબ્બે પુરાયા સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મોરબીમાં આવેલ શિશુમંદિર ખાતે અભ્યાસ વર્ગ યોજાયો


SHARE









અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મોરબીમાં આવેલ શિશુમંદિર ખાતે અભ્યાસ વર્ગ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે  બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ: 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર,દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતું

જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત પ્રાથમિક  શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી  પ્રાંત સહ સંગઠનમંત્રી રમેશભાઈ ચૌધરી  હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી, રમેશભાઈ ગાગલ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી વગેરે હાજર રહ્યા હતા અને ત્યારે વિવિધ વિષયો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા વિષે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને બાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્થાપનાથી શરૂ કરી કેજીથી પીજી સુધી કામ કરતા અને નવ સંવર્ગો ધરાવતા સંગઠનની કાર્યપધ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી બૌદ્ધિક રજૂ કર્યું હતું. અને છેલ્લે મીડિયા મેનેજમેન્ટ જેમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોસીયલ મીડિયાનો ઉચિત ઉપયોગ મહાસંઘ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યક્રમો તમામ મીડિયામાં સેર કરી શિક્ષક અને સમાજ સુધી વાતો પહોંચાડવી વગેરે વિષયો વિશે વાત કરી હતી,




Latest News