મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરાનું વિતરણ
મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો
SHARE









મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો
મોરબીમાં ગાળા ગામ પાસે એસએમસીની ટીમે રેડ કરીને પેટકોક ચોરીનો પર્દાફાશ કર્યો હતો જે ગુનામાં પકડાયેલ ગોડાઉન માલીકના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને તેને જામીન મુક્ત કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ગોડાઉનમાં પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને ઈમ્પોર્ટ કોલસો ગાડીઓના ડ્રાઈવરો સાથે મળીને ચોરી કરતાં હતા અને ત્યાર બાદ તેમાં નબળી ગુણવતાનો કોલસો ઉમેરવામાં આવતો હતો. જેથી કુલ મળીને 3.57 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ ચોરી, વિશ્વાસધાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં આરોપી દિપકભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ હતી. અને ત્યાર બાદ આરોપી દિપકભાઈ રાઠોડે તેના વકીલ જીતેનભાઈ અગેચાણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ હતી. ત્યાર બાદ બંને પક્ષની દલીલના અંતે હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ જીતેનભાઈ ડી. અગેચાણીયા, સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, હાઈકોર્ટના વકીલ ગૌતમભાઈ એચ. ગઢવી, રવી ચાવડા, કુલદીપ ઝીઝુવાડીયા, રોકાયેલા હતા.
