મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો
મોરબીમાં ગેરકાયદે બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવવાના કેસમાં એક આરોપીના શરતી જામીન મંજુર
SHARE









મોરબીમાં ગેરકાયદે બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવવાના કેસમાં એક આરોપીના શરતી જામીન મંજુર
મોરબીમાં શનાળા રોડે આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં ગેરકાયદે બાયોમેટ્રી આધાર કાર્ડ બનાવતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી અને સંચાલક સહિત કુલ ચાર વ્યક્તિને પકડ્યા હતા અને તેની સામે ઠગાઈનો એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો જે પૈકીનાં એક આરોપીના જામીન માટે અરજી મૂકી હતી જે આરોપીના જામીન કોર્ટે મંજૂર કરેલ છે.
મોરબી ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા તેમની કીટ અન્ય દ્વારા ઉપયોગ કરાવી ગેરકાયદે ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડ છાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવાની ફરિયાદ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યારબાદ આરોપીના વકીલ મારફતે તેની જામીન અરજી ડીસ્ટ્રીક કોર્ટમાં કરવામાં આવેલ હતી જેમાં આરોપીના સરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.
આ સેન્ટરમાં આરોપી વિજયભાઈ સરડવા પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી વાળી કીટનો ઉપયોગ કરી આધાર કાર્ડ બનાવતો હતો અને તેમાં ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોવા છતાં અન્ય આઈડીનો આધાર કાર્ડનો ડેટા લઈ ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરેલ હોવાની ફરિયાદ નોંધાયેલ હતી. આ ગુનામાં આરોપી કંજારિયા સંજય પ્રભુભાઈ ત્યાં નોકરી કરતો હોય તેથી તેની પણ ધરપકડ કરી હતી. અને તેને પણ જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ હીમશીખા એમ. રાઠોડ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી મૂકવામાં આવેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ ધારદાર દલીલો આધાર પુરાવા અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે હીમશીખા એમ. રાઠોડ અને એમ.એન. સાંગાણી રોકાયેલા હતા.
