મોરબીમાં નવપ્રસૂતાઓને પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું વિતરણ કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું
SHARE








મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું
મોરબીના મુખ્યમાર્ગોની આસપાસમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ દબાણોને ધડોધડ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર પહોચી હતી અને ત્યાં કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું હતું.
મોરબીના માર્ગોને પહોળા જયારે કરવામાં આવે ત્યારે પરંતુ હાલમાં જે રોડ રસ્તા છે તેના ઉપર કરવામાં આવેલા કાચ્ચાં અને પાકા દબાનોને દૂર કરવા માટેનું મહા અભિયાન મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે છેલ્લા દિવસોમાં પરાબજાર, ગાંધીચોક, શનાળા રોડ વિગેરે સ્થળે દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને કોઇની પણ શરમ રાખ્યા વગર હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મહાપાલિકાની ટીમ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જેસીબી સાથે પહોંચી હતી. રોડ સાઇડમાં બનાવવામાં આવેલ ઓટા, છાપરા, બોર્ડ વિગેરેના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા આ સમયે કેટલા વેપારીઓ મહાપાલિકાના જેસીબીને જોઈને જાતે જ પોતાના દબાણો દૂર કરી લીધા હતા. અત્રે ઉલેખનીય છે કે, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રોડ ઉપરના તમામ દબાનોને સાફ કરવામાં આવશે તેના સંકેત આપી જ દેવામાં આવેલ છે ત્યારે રોડ સાઈડમાં કે પછી પાલિકાની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ કરનારા લોકોને વિલંબ કર્યા વગર તેના દબાણો જાતે જ દૂર કરી લેવા જોઈ તે તો જ તેઓને ઓછામાં ઓછું નુકશાન થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
