મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મહાપાલિકાનું બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યું
વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવો યોજાશે: ધૂળકોટમાં કાલે સંતવાણી, હળવદમાં આજે લોક ડાયરો
SHARE
વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવો યોજાશે: ધૂળકોટમાં કાલે સંતવાણી, હળવદમાં આજે લોક ડાયરો
વાંકાનેરના તીથવા(કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સમસ્ત પંચ દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 17 ને શુક્રવારે તીથવા(કુબા) વિસ્તારમાં આવેલ શ્રી સીમાડા વાળા મેલડી મા તથા ચામુંડા માતાજીના મંદિરે માંડવો યોજાશે. આ માંડવામાં સવારે 9:00 વાગ્યે થાંભલી રોપણ, બપોરે 12:00 વાગ્યે મહાપ્રસાદ, સાંજે 4:00 વાગ્યે માતાજીનું ફુલેકુ, સાંજે 6:45 વાગ્યે આરતી અને ત્યાર બાદ સાંજે 7:00 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઈ પનારા, ટંકારા સાઉન્ડ સિસ્ટમના સથવારે રમઝટ બોલાવશે. અને આ માંડવાનું ચામુંડા વિઝન દ્વારા લાઈવ વીડિયો પ્રસારણ કરવામાં આવશે. અને તા 18 ના રોજ સવારે 9:15 વાગ્યે થાંભલી વધાવવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.
ધૂળકોટમાં કાલે શુક્રવારે સંતવાણી
ધૂળકોટ ગામે આવેલ વાનરવીર હનુમાનજી આશ્રમે ખાતે કાલે તા.17 ને શુક્રવારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાતે 9 :00 કલાકે બજરંગદાસ બાપાની 48મી તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હસમુખગીરી ગૌસ્વામી અને રઘુવીરસિંહ ઝાલા દ્વારા ધૂન, ભજન અને સંતવાણીની જમાવટ કરવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
અન્નક્ષેત્રના લાભાર્થે આજે લોક ડાયરો યોજાશે
હળવદમાં બાપા સીતારામ મઢુલી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તેના લાભાર્થે તા 16 ને ગુરુવારના રોજ રાત્રે 9:30 વાગ્યે હળવદમાં આવેલ વિનોબા ગ્રાઉન્ડ દશા મા મંદિર પાસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે જેમાં લોક ડાયરાના કલાકાર અલ્પાબેન પરમાર, જયમંતભાઈ દવે, રાવીન્દ્રભાઈ સોલંકી, પી.વી.જાદવ, હાર્દિક ઠાકર જમાવટ કરશે.