માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કરુણા હેલ્પલાઇનની ટીમે સિઝેરિયન કરીને ગાયને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરી


SHARE

















મોરબીમાં કરુણા હેલ્પલાઇનની ટીમે સિઝેરિયન કરીને ગાયને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરી

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના રહેવાસી દશરથભાઇ કુવરાભાઇ પચિયાના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી. તેથી તેઓએ ૧૯૬૨ ની પશુ દવાખાનાની ટીમને જાણ કરી હતી.

આ કોલ મળતા તાત્કાલિક ધોરણે ટીમ મેમ્બર ડૉ.રિયાઝુદ્દીન સેરસિયા, ડૉ.આદિલ બાદી, પાઇલોટ કમ ડ્રેસર ધનજીભાઇ અને પ્રવીણભાઇ દ્વારા ત્રણ કલાકની લાંબી જહેમત બાદ ગાયનું સિઝેરિયન કરીને ગાયને પ્રસુતિની કારમી પીડામાંથી મુક્ત કરાઈ હતી. સિઝેરિયન કરીને તેમની ગાયને નવું જીવનદાન આપવા બદલ ખેડૂત દશરથભાઇએ સમગ્ર કરુણા હેલ્પલાઈન ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકા વિસ્તારમાં ૧૦ ગામ દીઠ ૧ હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ હોય છે. જેમાં ૧૯૬૨ નિ:શુલ્ક હેલ્પલાઈન નંબરમાં ફોન કરીને જાણ કરી શકાય છે.




Latest News