માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ પડાવનાર મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ, બેની શોધખોળ


SHARE

















ટંકારા તાલુકામાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ પડાવનાર મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ, બેની શોધખોળ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હનીટ્રેપનો બનાવ બનેલ હતો અને કારખાનેદારને રોંગ નંબરમાંથી મહિલાનો ફોન આવેલ હતો અને ત્યાર બાદ મહિલાએ કારખાનેદાર યુવાનને ફસાવ્યો હતો અને મહિલા તે યુવાનને હોસ્પિટલના બહાને રાજકોટ લઈ ગયેલ હતો અને ત્યાર પછી બીજી સ્વિફ્ટ ગાડીમાં પાંચ શખ્સો આવેલ હતા જે શખ્સોએ કારખાનેદાર અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું અને બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને માર માર્યો હતો આટલું જ નહીં તેની પાસેથી 6 લાખ રૂપિયા પડાવ્યા હતા જે ગુનામાં મહિલા સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો જે ગુનામાં હાલમાં એક મહિલા સહિત ચાર આરોપીને પકડાયા છે.

 

સરકાર દ્વારા અજાણ્યા નંબર ઉપરથી કોઈનો કોલ કે મેસેજ આવે તો સંપર્ક ન કરવા માટે લોકોને જાગૃત કરવા માટે ફોનમાં કોલર ટ્યુન વગાડવામાં આવે છે તો પણ ઘણી વખત અજાણ્યા નંબર ઉપરથી આવેલા ફોન લોકો રિસીવ કરે છે અને પછી તેણીઉ મુશ્કેલીઑ વધી જાય છે આવો જ ઘાટ મોરબીમાં જોવા મળે છે જેમાં સાતેક દિવસ પહેલા અજિતભાઈ ભાગીયા નામના કારખાનેદારને તેના ફોન નં. 99746 97237 ઉપર અજાણ્યા નં. 97373 30059 માંથી ફોન આવેલ હતો અને પુજાબેન નામની મહીલાએ તમે પાણી વાળા ભાઈ બોલો છે” તેવું કહ્યું હતું જેથી ફરિયાદી ના કહી હતી. 

ત્યાર બાદ બીજા દિવસે તે નંબર ઉપરથી ફરિયાદીના વ્હોટ્સ એપમાં "જય માતા" તથા ગુડ મોર્નિંગ” લખેલ બે મેસેજ આવેલ હતા માટે ફરિયાદી મેસેજ ન કરવા માટે કહ્યું હતું ત્યાર બાદ મહિલાએ "મારા પતી ટ્રક ડ્રાઈવર છે જેથી તે ઘરે અમુક-અમુક સમયે જ આવે છે માટે તમારી સાથે ફેન્ડસીપ કરવી છે" તેવુ કહ્યુ હતુ. ત્યાર બાદ તે મહિલા યુવાનને હોસ્પિટલનું બહાનું કહીને રાજકોટ લઈ ગયેલ હતી અને હનીટ્રેપમાં ફસાવ્યો હતો જેથી હરીપર (ભુ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગીયાએ ટંકારા પોલીસમાં દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ અને તેના પતિ રમેશભાઈ કાળુભાઈ જાદવ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવેલ હતી

અત્રે ઉલેખનીય છે કેફરિયાદીને પૂજાબેન રાજકોટ લઈ ગયા હતા ત્યાં જુદીજુદી જગ્યાએ ફરીને પાછા આવ્યા હતા ત્યારે પુજાબેને તેનુ સાચુ નામ દિવ્યા હોવાનુ કહ્યું હતું. અને છત્તર પાસે વાછકપર રોડે ગાડીમાંથી પુજાબેનને ઉતારવા માટે ગાડી ઊભી રાખી હતી તેવામાં અચાનક પાછળથી સ્વિફ્ટ કાર નં. જીજે 36 એજે 9172 આવી હતી જેમાંથી પાંચ લોકો આવ્યા હતા અને તેને ફરિયાદી કારખાનેદાર અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું અને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને પહેલા એક લાખ રૂપિયા પડાવી લીધા હતા અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે બાકીના રૂપિયા માટે કારખાનેદારને આવર નવાર ફોન કરવામાં આવતા હતા. 

જેથી કરીને કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45) રહે. બંને ટંકારાસંજયભાઈ ભિખાલાલ ડારા (24) રહે. ખેવારિયા મોરબી અને હાર્દીક કિશોરભાઈ મકવાણા (27) રહે. નાની વાવડી મોરબી વાળની ધરપકડ કરેલ છે. અને આ ગુનામાં હજુ રુત્વિકદિનેશભાઇ રાઠોડ રહે. ખેવારિયા મોરબી અને રણછોડભાઈ ભીખાભાઇ કરોતરા રહે. સજનપર વાળાને પકડવાના બાકી છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન અને એક ગાડી મળીને કુલ 8.25 લાખનો મુદામાલ કબજે કરેલ છે.




Latest News