દિલ્હીમાં લોકોને આપવામાં આવતી સુવિધાઓ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ
SHARE







દિલ્હીમાં લોકોને આપવામાં આવતી સુવિધાઓ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ
દિલ્હીમાં લોકોને અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાવે છે આવી જ યોજાનાઓ અને સુવિધાઓનો લાભ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ છે અને કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબુર થઇ રહ્યા છે. દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે.
આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ. સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વિજળી, પાણી, વગેરે જેવી પાયાની જરૂરીયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્લીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહીને 2100 રૂપિયા પણ આપવામાં આવશે. અને અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, વગેરે જેવી સુવિધાઓ આપશે, ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે ?
આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે, બસ મુસાફરી વિનામૂલ્યે કરાવવામાં આવે, વડીલોને તીર્થયાત્રા કરાવવામાં આવે તેમજ એ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યોમાં આપે છે અને જે સુવિધાઓ દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્લીના નાગરિકોને આપી રહી છે. આ તમામ સુવિધાઓ ગુજરાતવાસીઓને મળે એ બાબતે મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
