હળવદના સુંદરી ભવાની ગામે સિગારેટના બાકી રૂપિયા માંગતા દુકાનદાર અને તેના પિતા તથા કાકા ઉપર છરી વડે હુમલો
SHARE







હળવદના સુંદરી ભવાની ગામે સિગારેટના બાકી રૂપિયા માંગતા દુકાનદાર અને તેના પિતા તથા કાકા ઉપર છરી વડે હુમલો
હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે દુકાનેથી સિગરેટ લીધા બાદ પૈસા આપ્યા ન હોવાથી પૈસાની માંગણી કરી હતી ત્યારે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધ અને તેના ભાઈ તેમજ દીકરા ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા વૃદ્ધ અને તેના ભાઈને મોરબી સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા નટવરલાલ ધનજીભાઈ ઠક્કર (72)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી રહે. સુંદરીભવાની વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, સુંદરીભવાની ગામે તેમના દીકરા દિનેશભાઈ નટવરભાઈ ઠક્કરની કરિયાણાની દુકાન આવેલ છે અને તેઓની દુકાને થી આરોપીએ સિગરેટ લીધી હતી અને તેના પૈસા આપેલ ન હતા જેથી કરીને સિગરેટના પૈસા ફરિયાદીના દીકરાએ તેની પાસે માંગ્યા હતા જે બાબતનો ખાસ રાખીને આરોપીએ ફરિયાદી તથા તેના દીકરા અને ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદી વૃદ્ધને જમણા ખભાના ભાગ ઉપર છરીનો ઘા મારીને અંદરના ભાગની નસ તોડી નાખી હતી તેમજ તેના ભાઈ સુરેશભાઈ નટવરલાલ ઠક્કરને જમણા હાથે છરીનો ઘા મારીને હાથની નસના સ્નાયુઓ તોડી નાખ્યા હતા તેમજ ફરિયાદીના દીકરા દિનેશભાઈ નટવરભાઈ ઠક્કરને ઢીકાપાટુનો મારમારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કેકે ટ્રાવેલ્સના ડેલા પાસેથી બેભાન હાલતમાં યુવાન મળી આવેલ હતો જેથી 108 મારફતે મુકેશભાઈ (20) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
