મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી


SHARE







મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ટ્રસ્ટ તથા  ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ, સમાજ સેવા માટે સતત કાર્યશીલ છે. સંઘના સેવા કાર્યથી પ્રેરાઈને મોરબી લોહાણા સમાજના આગેવાન ઉદ્યોગપતિ અશોકભાઈ કાથરાણીએ સમાજ માટે કંઇક સેવા કાર્ય માટે કરી છૂટવું છે તેવો નિરધાર મોરબીના સંઘ કાર્યકર્તાઓ પાસે વ્યક્ત કર્યો હતો અને તેનો અમલ ગત મકરસંક્રાંતિના દિવસે કર્યો છે.

મોરબીના શનાળા ગામ પાસે આવેલ કેવિન અશોકભાઈ કાથરાણીએ પોતાની માલિકીની જમીન જે સર્વે નંબરમાં અંદાજે ૮૮૦૦ ચો.ફૂટ જમીન છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત દોઢ કરોડ જેવી થાય છે તે જમીન ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને સમાજ સેવા કાર્યની પ્રવૃતિઓ માટે આપવાનો નિર્ણય કર્યો છે તેમના નિર્ણય મુજબ આ જમીન કેવિનભાઈ અશોકભાઈ કાથરાણીએ ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને બક્ષિસ દસ્તાવેજ ટ્રસ્ટના નામનો કરી આપેલ છે અને સેવા ભારતીના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મુકામે સર કાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલેના વરદ હસ્તે તેમનું તથા પરિવારનું શિલ્ડ થતા શાલ આપીને યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News