મોરબીના પીપળી રોડ ઉપર ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ રોકવા પોલીસ અને ઉદ્યોગકારોની મિટિંગ યોજાઇ
માળીયા (મી)માંથી જામગરી બંદૂક સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
SHARE
માળીયા (મી)માંથી જામગરી બંદૂક સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
માળીયા મીયાણા તાલુકાના ગુલાબડી વિસ્તારમાં દરગાહ પાસે બાવળની જાળીમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે હાલમાં રાજકોટમાં રહેતો એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2500 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાની સીમમાં આવેલ ગુલાબડી વિસ્તારમાં ભાવનશાપીરની દરગાહ પાસે બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી હાથ બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 2500 રૂપિયાની કિંમતના હથિયાર કબજે કર્યો હતું અને આરોપી અજમેરભાઈ ઝાકીરભાઇ આલમ (28) રહે. નવાગામ છપ્પનિયા શેરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં ગોરખીજડીયા ગામ તરફ જવાના પાટીયા પાસે બાવળની જાળીમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે રેડ કરીને ત્યાંથી જયેશ માણેકલાલ ત્રિવેદી રહે, રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 380 રૂપિયાની રોકડ કબજે કરેલ છે