મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE













વાંકાનેરના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પોલીસ સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના કરવામાં આવેલી હોય મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ આ બાબતે સ્ટાફને વોચમાં રહેવા જણાવ્યું હોય તે અન્વયે ડીવાયએસપી સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડીવીઝનમાં દાખલ થયેલ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હતી.વાંકાનેર તાલુકા પોલીસ મથકે વર્ષ ૨૦૨૧ માં દાખલ થયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર રહે.પુરનનગર તા.કોટપુતલી જી.જયપુર રાજસ્થાન અંગે પોકેટકોપમા સર્ચ કરતા આ આરોપી દારૂના ગુનામાં અમીરગઢ પોલીસ સ્ટેશન જી.બનાસકાંઠામાં પકડાયેલ હોય ત્યાંથી તેનો ટ્રાંન્સફર વોરંટ આધારે કબ્જો મેળવીને અત્રેના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.આ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા તેમજ સ્ટાફના ભરતભાઈ બાવળીયા અને હંસાબેન પાપોદરાએ કરી હતી.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર દિવાળી સમયે ફટાકડાની દુકાને બોલાચાલી ઝઘડો થયો હતો.ત્યારે જયરાજ અવાડીયા સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને બાદમાં હુમલો કરવામાં આવ્યો હોય ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં અમુકને પકડવામાં આવ્યા હતા અને દરમિયાનમાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર તથા રાયટર ધ્રુવરાજસિંહ દ્વારા તે બાબતમાં સંડોવાયેલા પ્રકાશ દીપકભાઇ પરમાર રજપૂત (૨૨) રહે.મોચીચોક મોરબી વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રાતાભેર ગામે રહેતા નવનીતભાઈ રમેશભાઈ શર્મા, રોહિણીબેન નવનીતભાઈ શર્મા અને રિયા નવનીતભાઇ શર્માને અકસ્માત બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ ચોટીલાથી પરત રાતાભેર ગામ જતા હતા ત્યારે રસ્તામાં હળવદ હાઇવે ઉપર રાતાભેર અને નીચી માંડલ વચ્ચે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવ સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં લવાયા હોવાનું જાણવા મળેલ છે.








Latest News