હળવદના શિવપુર ગામે ત્રણ મકાનોમાં તસ્કરોના ધામા, રોકડ રકમની ચોરી
SHARE







હળવદના શિવપુર ગામે ત્રણ મકાનોમાં તસ્કરોના ધામા, રોકડ રકમની ચોરી
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા રહેણાંક મકાન સહિતની મિલકતોના તાળા તોડીને ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના શિવપુર ગામે રાત્રિ દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને જુદા જુદા ત્રણ મકાનના તાળા તોડીને ત્યાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી છે અને ઘરનો માલ સામાન વેર વિખેર કરી નાખવામાં આવ્યો છે જેથી કરીને આ બનાવ અંગેની સ્થાનિક લોકો દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને આરોપી સુધી પહોંચવા માટે થઈને હવે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે
સામાન્ય રીતે શિયાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને પ્રસંગના કારણે લોકો પોતાના ઘર બંધ હોય અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર બંધ રાખીને જે લોકો શહેરી વિસ્તારમાં રહેતા હોય છે આવા બંધ મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવતા હોય છે અને લોકોના ઘરમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવતી હોય છે દરમિયાન હળવદ તાલુકાના શિવપુર ગામે રાત્રે દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એક કે બે નહીં પરંતુ કુલ ત્રણ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી છે હાલમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે શિવપુર ગામે નારણભાઈ શીવાભાઈના રહેણાંક મકાનના તાળા તોડીને તેના ઘરમાંથી 27,700, જીતેન્દ્રભાઈ અમરશીભાઈ જેઠલોજાના રહેણાંક મકાનમાંથી 4,800 અને સુંદરજીભાઈ મોહનભાઈ ફુલતરીયાના મકાનમાંથી 20,000 રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને ભોગ બનેલા ઘરધણીની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ત્રણેય ઘરની અંદર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા તસ્કરોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

