મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ સગીરાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ, 25 હજારનો દંડ
મોરબી : સાત વર્ષથી અપહરણ-બળાત્કારના ગુન્હામાં ફરાર આરોપીને ઓરીસ્સાથી પકડી પાડતી બી ડીવીજન પોલીસ
SHARE
મોરબી : સાત વર્ષથી અપહરણ-બળાત્કારના ગુન્હામાં ફરાર આરોપીને ઓરીસ્સાથી પકડી પાડતી બી ડીવીજન પોલીસ
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલ અપહરણ અને બળાત્કારના કેસમાં આરોપી છેલ્લા સાત વર્ષથી ફરાર હોય તેને ટેકનીકલ માધ્યમોથી સર્ચ કરીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવા દ્વારા સ્ટાફને આ બાબતે વોચમાં રહેવા સુચના આપવામાં આવી હતી.દરમિયાનમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલ અપહરણ, બળાત્કાર તથા પોક્સો એક્ટની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં ફરાર આરોપ ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા જાતે લુહાર (ઉ.વ.૩૦) રહે.મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા જી.બાલેશ્વર ઓરીસ્સા વાળાની પોલીસ સ્ટાફના શૈલેષભાઇ રવજીભાઇએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરીને ફરાર આરોપીનુ લોકેશન મેળવ્યુ હતુ તેને આધારે સ્ટાફના ભરતદાન કિરીટદાન, રાજપાલસિંહ રામદેવસિંહ તથા દેવાયતભાઇ પ્રભાતભાઇએ આ ફરાર આરોપી ચક્રધાર ઓઝાને ઓરીસ્સા ખાતેથી પકડી પાડ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે રહેતા રફિકભાઈ અલીભાઈ જુણેજા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે હળવદ રોડ ઉપર નિચી માંડલ અને આંંદરણા ગામ વચ્ચે હતો.ત્યાં વાહન અકસ્માત સર્જાતા ઈજા થવીથી સારવાર માટે લાવવા આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે ખેતરમાં જીરૂમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી પ્રકાશ ટીડીયાભાઈ ડામોર નામના ૧૮ વર્ષીય યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના જ બીલીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં મશરૂભાઈ લીંબાભાઇ મુંધવા નામના ૩૬ વર્ષના યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે નવા જાંબુડીયા પાસે આવેલ ગોકુલ નામની ફેક્ટરીમાં મારામારીના બનાવમાં ઈજા થતા ગૌરીબેન મોનુભાઈ તોમર નામના ૨૫ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની સિવિલએ લાવવામાં આવ્યા હતા.તેઓના જણાવ્યા પ્રમાણે યુનિટમાં ચારેક લોકો દ્વારા ઝઘડો કરીને તેઓ ઉપર ઠીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી ઈજા પહોંચી હતી.હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.