વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ
SHARE
વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ
મોરબી તાલુકામાં દેશી દારૂના ધંધાર્થી ઉપર જનતા રેડનો વિડીયો વાયરલ થાય પછી પોલીસ દોડતી થયેલ હતી અને બેલા તેમજ પંચાસર ગામે દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠી ઉપર જુદીજુદી રેડ કરવામાં આવી હતી અને દારૂ તેમજ આથ સાથે આરોપીઓને પકડવામાં આવેલ છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં તળાવના કાંઠે દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો ગઇકાલે જનતા રેડ કરીને વાઇરલ કરવામાં આવેલ હતો દરમ્યાન તાલુકા પોલીસે બેલા ગામ પાસે સિમ્પોલો સર્કલથી આગળના ભાગમાં તળાવના કાંઠે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી 55 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 11,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દેવકરણ પુનાભાઈ અગેચાણીયા (21) રહે. ટિંબડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડના કહેવાથી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે આરોપીએ લીધેલ હતો જેથી હાલમાં મહિલા સહિત બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં સુજારી તલાવડીના કાંઠે દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તથા તૈયાર 40 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 12,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય આ દેશી દારૂની ભઠ્ઠી દિલીપસિંહ કેશુભા ઝાલા રહે. પંચાસર વાળાની હોવાનું સામે આવતા તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
આવી જ રીતે પંચાસર ગામની સીમમાં ફૂલકી નદીના કાંઠે બાવળની કાટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 475 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 9,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કમલેશભાઈ પરબતભાઈ ઉર્ફે પોબાભાઈ નાગર (38) રહે. પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.