વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ
મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત
SHARE
મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો યુવાન અન્ય લોકો સાથે માળિયા તાલુકાના વાવાણિયા ગામ બાજુ શિકાર કરવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને યુવાન પાસે રહેલ બંદૂકમાંથી ફાયરિંગ થઇ જવાના કારણે તેને ગોળી વાગી હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખરેખર આ બનાવ કઈ રીતે બન્યો છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મહેન્દ્રપરા શેરી નંબર 10 માં રહેતો વસીમ ગુલામહુસેનભાઈ પીલુડિયા (38) નામનો યુવાન મોરબીથી માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામની બાજુમાં આવેલ સીમ વિસ્તારમાં શિકાર કરવા માટે થઈને પોતાના બાઈક ઉપર અન્ય લોકો સાથે જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર તે યુવાન બાઈક ઉપરથી પડી જતા તેની પાસે રહેલ બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું અને ગોળી યુવાનને વાગવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ફાયરિંગથી યુવાનનું મોત થયેલ હોય આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.
જોકે આ બનાવ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે જોકે ખરેખર આ બનાવ કઈ રીતે બન્યો છે તે અંગેની હજુ સુધી પોલીસ વિભાગમાં પણ કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી. બિનઆધરભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહેલા માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણીયા પાસેના સીમ વિસ્તારમાં અવારનવાર રોજડાનો શિકાર કરવા માટે થઈને શિકારી ગેંગ આવતી હોય છે અને રોજડાના શિકાર કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મૃતક યુવાન સહિતના તેની સાથે જે કોઈ વ્યક્તિ હોય તે રોજડાનો શિકાર કરવા માટે થઈને ગયા હોય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે જોકે હથિયાર ક્યું હતું ?, લાઇસન્સ વાળું હથિયાર હતું કે કેમ ? અને બનાવ બન્યો ત્યારે ઘટના સ્થળ ઉપર કેટલા લોકો હાજર હતા ? આ સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે જેના જવાબ હવે માળિયા તાલુકા પોલીસ શોધી રહી છે.