મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત


SHARE





મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો યુવાન અન્ય લોકો સાથે માળિયા તાલુકાના વાવાણિયા ગામ બાજુ શિકાર કરવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને યુવાન પાસે રહેલ બંદૂકમાંથી ફાયરિંગ થઇ જવાના કારણે તેને ગોળી વાગી હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખરેખર આ બનાવ કઈ રીતે બન્યો છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મહેન્દ્રપરા શેરી નંબર 10 માં રહેતો વસીમ ગુલામહુસેનભાઈ પીલુડિયા (38) નામનો યુવાન મોરબીથી માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામની બાજુમાં આવેલ સીમ વિસ્તારમાં શિકાર કરવા માટે થઈને પોતાના બાઈક ઉપર અન્ય લોકો સાથે જઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર તે યુવાન બાઈક ઉપરથી પડી જતા તેની પાસે રહેલ બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું અને ગોળી યુવાનને વાગવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ફાયરિંગથી યુવાનનું મોત થયેલ હોય આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

જોકે આ બનાવ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે જોકે ખરેખર આ બનાવ કઈ રીતે બન્યો છે તે અંગેની હજુ સુધી પોલીસ વિભાગમાં પણ કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી. બિનઆધરભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહેલા માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણીયા પાસેના સીમ વિસ્તારમાં અવારનવાર રોજડાનો શિકાર કરવા માટે થઈને શિકારી ગેંગ આવતી હોય છે અને રોજડાના શિકાર કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મૃતક યુવાન સહિતના તેની સાથે જે કોઈ વ્યક્તિ હોય તે રોજડાનો શિકાર કરવા માટે થઈને ગયા હોય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે જોકે હથિયાર ક્યું હતું ?, લાઇસન્સ વાળું હથિયાર હતું કે કેમ ? અને બનાવ બન્યો ત્યારે ઘટના સ્થળ ઉપર કેટલા લોકો હાજર હતા ? આ સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે જેના જવાબ હવે માળિયા તાલુકા પોલીસ શોધી રહી છે.




Latest News