મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના વાંકડા ગામ પાસેથી યુવાન સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લીધો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના વાંકડા ગામે રહેતા પ્રકાશ સરદારભાઈ બામણીયા (18) નામના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ જે.પી.વસિયાણી ચલાવી હોય તેની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક પ્રકાશ બામણીયા સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની સાઇકલની ચેન ઉતરી ગઈ હતી જે ચેન ચડાવતો હતો દરમિયાન પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.