ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા ટ્રેલર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના ઘુંટુ પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા ટ્રેલર ચાલકની ધરપકડ

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઇક ચાલક યુવાનનું મોત નિપજયું હતુ અને મૃતક યુવાનના ભાઈએ ટ્રેલર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા અને સિરામિકમાં મજૂરીકામ કરતાં સુરેશભાઈ નારણભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૮) એ ટ્રેલર નંબર આરજે ૦૭ જીડી ૨૬૪૫ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેમનો ભાઈ સંજય નારણભાઈ સનુરા (ઉમર ૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૬૪૪૭  લઈને મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ પીએચસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેમના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને સંજયને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ અને ટ્રેઇલર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ સુરેશભાઈ સનુરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ ફરીયાદના આધારે તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર સોનરામ મોહરામ બિસ્નોઈ (ઉમર ૩૯) રહે.જયહિંદસર મગરા તાલુકો તોબા જિલ્લો બીકાનેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે.

મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત

મોરબીની પોલીસ લાઈન વિસ્તારમાં રહેતા કોમલબેન ગીરીશભાઈ મિયાત્રા નામની ૨૩ વર્ષીય મહિલા પોલીસકર્મી રવાપર ચોકડી પાસેથી એકટીવા લઈને જતા હતા ત્યારે તેમના એકટીવાને કોઇ કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા કોમલબેન મિયાત્રાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના માથક ગામે રહેતો જયેશભાઈ વિરજીભાઇ કોળી નામનો ૨૩ વર્ષીય યુવાન કામ સબબ બાઇક લઇને ચોટીલા ગયો હતો અને ચોટીલાથી પરત ઘરે માથક તરફ જતો હતો ત્યારે રસ્તામાં ચોટીલા પાસેના તેરૈયા હનુમાન નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલ જયેશભાઈ વિરજીભાઇ કોળીને અત્રેની શુભ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News