મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝડપાયા આંતરરાજ્ય ઘર ફોડ ચોરી કરતી શીકલીગર ગેંગ ના ત્રણ સભ્યો


SHARE









મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાંથી એલસીબી ની ટીમ દ્વારા આંતરરાજ્ય ઘર ફોડ ચોરી કરતી શીકલીગર ગેંગ ના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે અને મોરબી પંથકમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા આરોપીઓને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ કરવામાં આવી છે

મોરબી શહેરના જિલ્લામાં જુદા જુદા વિસ્તારની અંદર ઘરફોડ ચોરીની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે જેથી કરીને ઘરફોડ ચોરીની ઘટનાઓ બનતી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તેવામાં મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શીખલીગર ગેંગના ત્રણ સભ્યોની શંકાસ્પદ હિલચાલ હોવાની હકીકત મોરબી એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને તેને એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરવામાં આવતા ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના રહેવાસી હોવાની હકીકત સામે આવી હતી અને તેનો ગુનાહિત ઇતિહાસ ઇ- ગુજકોપ મારફતે ચેક કરવામાં આવતા આ ત્રણેય શખ્સો સામે મધ્યપ્રદેશ, દિલ્હી છત્તીસગઢ અને ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર ચોરી કરવાના ગુના નોંધેલ હોવાનું સામે આવ્યું હતું અને અમુક ગુના માટે પકડાયેલા છે અને અમુક ગુનામાં તે પકડવાના બાકી હોવાની વિગત પોલીસને જાણવા મળી હતી.

જેથી કરીને પોલીસે શીકલીગર ગેંગના સમિતસિંહ સોનારસિંહ ટકરાના રહે. હાલ દ્વારકાપૂરી આકાશ નગર ઇંદોર એમપી, હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા રહે 28-ઇ ગુરુ શંકર નગર ઈન્દોર એમપી અને બલવીરસિંહ પ્રેમસિંહ કલાની રહે 98-આકાશ નગર ઇંદોર એમપી વાળાની અટકાયત કરેલ છે અને આ અંગેની જાણ મોરબી જિલ્લા એલસીબી ની ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આ ત્રણેય શખ્સો દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારની અંદર બંધ મકાનની રેકી કરતા હોય છે અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરીને તેમાં ઘર ફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે હાલમાં જે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમાં સમીતસિંહ ઉપર કુલ મળીને 12, હરપાલસિંહ ઉપર 3 અને બલવીરસિંહ ઉપર 2 ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે






Latest News