મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી


SHARE











મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્યમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અનીઅખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા (રાજસ્થાન) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 1008  મહામંડલેશ્વર પદવી અર્પણ કરવામાં આવી હતી. 

મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથાનું અયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મહામંડલેશ્વર પદવીદાન સમયે હાજર રહેલાં મહંતોમાં ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ તેમજ રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, ક્રાંતિજયોત મહિલા મંડળ- ટંકારાના ભકતોનો સમાવેશ થાય છે અને મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભકતોની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો અને વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો ત્યાં આવ્યા હતા સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે મહાપ્રસાદની વ્યવસ્થા  ગોર ખીજડીયા અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. અને મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,  હસરાજબાપા,  કાંતિભાઈ, બજરંગભાઈ,  ચુનીભાઈ, હસુભાઈ પંડ્યા, અનીલભાઈ મહેતા,   પ્રવિણભાઈ,  રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યાના સેવકોએ જહેમત ઉઠાવી હતી. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી  બનતા સાધુ સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે.




Latest News