મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

કાલે મોરબી જિલ્લાની હળવદ-વાંકાનેર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ: સવારે 9 વાગ્યાથી મતગણતરી


SHARE







કાલે મોરબી જિલ્લાની હળવદ-વાંકાનેર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ: સવારે 9 વાગ્યાથી મતગણતરી

મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી કાલે થવાની છે ત્યારે સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર સુધીમાં આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ કરીને તંત્ર દ્વારા વિજેતાઓના નામ જાહેર કરી દેવામાં આવશે.

મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના માટે કરવામાં આવેલ મતદાન ઇવીએમમાં કેદ થયેલ છે ત્યારે કાલે સવારે 9:00 વાગ્યે હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી શરૂ થવાની છે અને પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી એક સાથે શરૂ કરવામાં આવશે કુલ મળીને પાંચ ટેબલ ઉપર ઇવીએમ મશીનને ક્રમશઃ લઇ આવીને એક વોર્ડનો એક રાઉન્ડ તે રીતે મતગણતરી થશે જેના માટે થઈને કુલ મળીને 35 જેટલા અધિકારી અને કર્મચારીઓને ફરજ ઉપર રાખવામાં આવ્યા છે

આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે જોકે 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગ હતા અને તેના માટે રવિવારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ જે મત ગણતરી કાલે સવારે 9:00 વાગ્યે વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે અને ત્યારે પાંચ ટેબલ ઉપર ક્રમશઃ ઇવીએમ મશીન લાવીને મતોની ગણતરી કરવામાં આવશે તેમજ 17 પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની એક સાથે જ ગણતરી કરવામાં આવશે અને આ મતગણતરી માટે થઈને 40 થી વધુ કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે. આમ મોરબી જિલ્લાની આ બંને નગરપાલિકાની મતગણતરી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર પહેલા આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને વિજેતાઓના નામ પણ જાહેર કરી દેવામાં આવશે.






Latest News