મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE









મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબીમાં રાજા રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયુ માતાજીના નવચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 23-2-2025 ને રવિવારના રોજ આ યજ્ઞનો સવારે 7:30 કલાકે શરૂ કરવામાં આવશે અને બપોરના 12 કલાકે ફરાળ પ્રસાદ, તેમજ સાંજે 4 કલાકે બિડુ હોમવામાં આવશે. તેમજ યજ્ઞ પૂર્ણ થયા બાદ સાંજે સમૂહ પ્રસાદ લેવામાં આવશે. ત્યારે સર્વે રાજા રાજાણી પરિવારને આ યજ્ઞનો લાભ લેવા શ્રી જળમાયુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિરપરડા ગામે રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
મોરબીના વિરપરડા ગામે આવેલા રાજબાઈ માતાજીના મંદિરે તા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર આયોજિત રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસ ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા 28 ના રોજ રાતે 9 કલાકે ઓરિયા પરિવારના તમામ કલાકાર અને રાજલ સાઉન્ડના સથવારે રાસ ગરબા યોજાશે. અને 1 માર્ચને શનિવારે સવારે 8 કલાકથી યજ્ઞ અને બાદમાં 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે.




Latest News