મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં : જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી


SHARE









મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં : જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ રક્તપિત્ત નાબુદી ઝુંબેશ અંગે સંદેશો પાઠવ્યો છે.તાજેતરમાં તા।૩૦-૧ થી ૧૩-૨ સુધી મોરબી જિલ્લામાં રક્તપિત્ત નાબુદી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે જિલ્લા કલેકટરએ જણાવ્યું છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વિકસિત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. રકતપિત રોગને ઓળખવું સરળ છે. જેની સારવાર સરકારી દવાખાનામાં નિ:શુલ્ક રીતે ઉપલબ્ધ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં રક્તપિતના નવા દર્દીઓને શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું ભગીરથ કાર્ય આરંભવાનું છે. સમાજમાં રક્તપિતના દર્દીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહીં. જેમાં વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે પ્રયત્નો થાય તે જરૂરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રક્તપિત મુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે મોરબી વાસીઓના સાથ સહકારની આવશ્યકતા છે.




Latest News