ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામ પાસે થોડા દિવસો પહેલા એક વાહન અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યા બાદ ગઈકાલે મોડીરાત્રીના ખખડધજ રોડના લીધે વધુ એક યુવાનનું વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી અને જીલ્લામાં મોટાભાગના રસ્તાઓ ખખડધજ હાલમાં છે તે સર્વ વિદિત છે તેવામાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા બાઇકમાંથી નીચે પડી ગયેલ યુવાન પાછળથી આવતી કારની ઠોકરે ચડી જતાં તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે.વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો અને મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ નજીક કારખાનામાં કામ કરતો જયેશ વશરામભાઇ સનારીયા જાતે પટેલ નામનો ૨૨ વર્ષીય યુવાન ગઇકાલે સાંજે નવેક વાગ્યાના અરસામાં કામ ઉપરથી પરત ઘરે નાની વાવડી જવા માટે નીકળ્યો હતો દરમિયાનમાં મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેની આઇટીઆઇ નજીક રોડ ઉપરના ખાડાને તારવવા જતા જયેશ સનારીયા બાઇકમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે દરમ્યાનમાં તે પાછળથી આવતી કારને હડફેટે ચડી જતાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા જયેશ સનારીયાનું મોત નીપજયું હતું બનાવ ને પગલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા રમેશભાઇ વસ્તાભાઇ મોરડીયા જાતે પટેલ નામના ૬૦ વર્ષિય આધેડ બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતાં હતા ત્યારે એચડીએફસી બેંક નજીક બનેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી રમેશભાઈને ય મોરબીની સાગર હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરથી જતો હતો ત્યાં ઉમાવિદ્યા સંકુલ નજીક બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા ભગવાનજીભાઈને ડો.હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.






Latest News