મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં સાત ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE

















મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં સાત ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર પાસેના પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં ગત મોડી સાંજે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને ઈજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગુલાબ શેખવા અને સુનીલ પરમારને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસના અંતે ખૂલ્યું હતું કે, ગુલાબભાઈ શેખવાની પાન-માવાની દુકાન છે અને ત્યાં વઘેરા પરિવારનો સુરેશ અથવા રાકેશ પાન માવો ખાવા ત્યાં ગયા હતા અને તે દરમિયાન પાનમાવાના આગલા બાકી પૈસા બાબતે ગુલાબભાઈએ કહેતા તે વાતને લઈને "અમે ક્યાં ગામ મુકીને ભાગી જવાના છીએ." તેમ કહીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર ઝઘડો થવાથી હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તલવાર, પાઇપ અને ધોકા જેવા હથીયારો વડે મારામારી થઈ હોય અને માથાના ભાગે તલવાર લાગી જવાથી ગુલાબભાઈ શેખવાને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના બાલાજી બિલ્ડિંગ નજીક રહેતા જગદીશભાઇ શ્રીભુવનેશ્વર ચૌધરી (૩૦) અને લોચન સુકદ સદાઇ (૨૦) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે રહેતા ગીતાબેન અજયભાઈ દેવીપુજક નામની ૩૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.




Latest News