મોરબી નજીક કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત
SHARE






મોરબી નજીક કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવતા સમયે અકસ્માતે યુવાને નીચે પટકાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ લઘુભાઇ વરાણીયા (43) નામનો યુવાન મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ વિટ્રીફાઈડ નામના કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવવાનું કામ ચાલુ હતું ત્યારે ત્યાં હતો અને અકસ્માતે તે છાપરા ઉપરથી નીચે પટકાતા તે યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


