મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં જુગારની જુદી જુદી બે રેડમાં પાંચ શખ્સ ઝડપાયા: 21,060 નો મુદ્દામાલ કબ્જે


SHARE













મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં જુગારની જુદી જુદી બે રેડમાં પાંચ શખ્સ ઝડપાયા:  21,060 નો મુદ્દામાલ કબ્જે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે હોટલ નજીક જાહેરમાં તેમજ વાંકાનેર શહેરમાં વાણંદ સમાજની વાડી પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ શખ્સો મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 21,060 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ઓકટ્રી હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ વેરશીભાઈ સારલા (32) રહે. જાંબુડીયા, પિયુષભાઈ કેશુભાઈ જંજવાડીયા (34) રહે. સોઓરડી શેરી નંબર 10 મોરબી, અજયભાઈ કાનજીભાઈ વઢરૂકિયા (20) રહે. જાંબુડીયા તથા પ્રફુલભાઈ પરસોતમભાઈ થોરીયા (51) રહે. કોઠારીયા સોલ્વન્ટ શ્રીરામ સોસાયટી પાછળ રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,560 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે.

જ્યારે વાંકાનેર સિટી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બીઓબી સામે વાળંદ સમાજની વાડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસ તેની પાસેથી 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન તથા 5600 રૂપિયા રોકડા આમ કુલ મળીને 10,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ જગદીશભાઈ ભલગામડીયા (52) રહે નાગરિક બેંક સામે માર્કેટ શેરી વાંકાનેર વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિકભાઈ પટેલ રહે ઉપલેટા વાળા પાસે તે કપાત કરાવતો હોનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News