મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
માળીયા (મી) નજીકથી ૭ પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સને પોલીસે દબોચ્યા
SHARE






માળીયા (મી) નજીકથી ૭ પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સને પોલીસે દબોચ્યા
માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપરથી બોલેરો ગાડી પસાર થતી હતી જેન્ રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દયનીય હાલતમા પાડા(જીવ) નંગ ૦૭ મળી આવ્યા હતા જેથી પોલીસે બે ઇશમોને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી.ગોહિલ તથા માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ ચેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી બોલેરો ગાડી નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ ના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ ૦૭ (સાત)ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમાં ક્રુરતા પુર્વક રાખી લઇ જતા હતા જેથી પોલીસે ૭ નંગ પાડા જેની કીંમત રૂ. ૨૧,૦૦૦ ગણી તેમજ બોલેરો ગાડી ૩ લાખ અને ૧૦ હજારની કિંમતના બે મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩.૩૧ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી અનવરભાઈ અબ્દુલેમાન શેખ (૨૯) રહે શેખ વાંઢ ડુમાન્ડો ભીરીંન્દર તાલુકો ભુજ અને સકલીન હાજીરાયધણ જત (૨૫) રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તાલુકો ભુજ વાળાને પકડીને તેની સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે


