મોરબી નજીકના સોખડા ગામ પાસે ટ્રકમાં અવાજ આવતો હોય જોવા માટે પાછળ ગયેલ ટ્રક ડ્રાઇવરનું અન્ય વાહન હડફેટે મોત
SHARE
મોરબી નજીકના સોખડા ગામ પાસે ટ્રકમાં અવાજ આવતો હોય જોવા માટે પાછળ ગયેલ ટ્રક ડ્રાઇવરનું અન્ય વાહન હડફેટે મોત
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા નજીક ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલક જતો હતો ત્યારે તેના વાહનમાં અવાજ આવતો હોય તેણે ટ્રક રોડ સાઈડ પાર્ક કરીને પાછળ જોવા માટે ગયો હતો અને જોઈને પરત પોતાની ટ્રકની કેબિન બાજુ જવા માટે જતો હતો ત્યારે પાછળથી આવેલ અન્ય ટ્રકના ચાલકે હડફેટે લેતા ચગદાઈ જવાથી આધેડને ગંભીર ઇજા થવાથી ટ્રક ડ્રાઇવરનું મોત નીપજયું છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશન ખાતે ધનાભાઈ બેરાજભાઈ ચાનપા નામના વ્યક્તિએ જાણ કરી હતી કે, મોરબીના સોખડા ગામના પાટીયા નજીક બપોરના એકાદ વાગ્યાના અરસામાં તેઓ ટ્રક લઈને જતા હતા ત્યારે તેમના ટ્રકમાં પાછળ અવાજ આવતો હોય તેમના ટ્રકના ડ્રાઇવર નૂરમામદભાઈ હુસેનભાઇ રૂંજા રહે. ગાંધીનગર ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા વાળાએ પોતાનો ટ્રક રોડ સાઈડમાં પાર્ક કર્યો હતો અને નીચે ઉતરીને પાછળની બાજુ અવાજ આવતો હતો ત્યાં જોવા મળે ગયા હતા અને ટ્રક નીચેથી નીકળીને તેઓ પરત પોતાના ટ્રકની કેબિન તરફ આવવા માટે રોડ ઉપર આવ્યા ત્યારે પાછળથી આવેલા અન્ય ટ્રક કે ટેન્કરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને ચગદાય જવાથી ગંભીર ઇજા થતાં નૂરમામદભાઈ હુસેનભાઇ રૂંજાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું આ બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થતા તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડીયા તથા રાઇટર મનીષભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઇ છે.
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસેથી ઇકો ગાડી પસાર કરી હતી ત્યારે તે ગાડીનું ટાયર ફાટતાં ઇકો ગાડી થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં પ્રવીણભાઈ લાલજીભાઈ રાઠોડ (40) રહે. પરઘડીયા રાજકોટ અને દેવેન્દ્રભાઈ ઇશ્વરભાઇ પરમાર (28) રહે. હરીપર ટંકારા વાળાની ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
રાજકોટમાં રહેતા ક્રિષ્નાબેન શક્તિદાન ગઢવી (50) નામના આધેડ મહિલાને ધ્રુવનગર નજીક મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મહોમદઈરફાનભાઈ ઇસ્માઈલભાઈ (42) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર સિટી પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે.