મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક લઈને જતાં આધેડનું મોત


SHARE







મોરબીના બહાદુરગઢ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક લઈને જતાં આધેડનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ નજીક ગઈકાલે સાંજે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનાવને પગલે ગંભીર જાઓ થવાથી આધેડનું મોત નીપજયું હતું આ બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા વાધરવા ગામ પાસેના ભારતનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામકાજ કરતા અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા (49) નામના આધેડ ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં તેમનું બાઈક લઈને જતા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા નજીક તેમના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી અમુભાઈ ધ્રાંગાનું મોત નીપજયું હતું જેથી તેઓના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા તથા રાઇટર મનીષભાઈ મિયાત્રા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં સવિતાબેન શંભુભાઈ ભારતી (40) રહે. ટિંગરા છીતોની જંગલ છીતોની કૂશીનગર ઉત્તરપ્રદેશ નામના અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા પરિવારના મહિલાને ઇજાઓ પહોંચી હોય તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક કારખાના પાસે સિક્યુરિટી મેન દ્વારા ઝઘડો કરી માર મારવામાં આવતા ભરતભાઈ લાભુભાઈ (29) રહે. ચૂલી ધાંગધ્રા વાળાને ઇજા થતા તેને પણ અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયો હતો જેને પગલે તાલુકા પોલીસ મેથકના એન.જે.ખડીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં પુલ નીચે રહેતા દુર્ગેશભાઈ મુકાભાઈ ઝીંઝવાડીયા (30) નામના યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો જયારે શોભેશ્વર રોડે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં જૈન સોસાયટી વિસ્તારમાં રહેતા પારુલબેન માવજીભાઈ વાઘેલા અને નિશાબેન વિપુલભાઈ વિકાણીને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા અને બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News