મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં કોયલી ગામે આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો: ૨૩ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







મોરબી તાલુકાનાં કોયલી ગામે આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો: ૨૩ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

આમરણ ચોવીસી પંથકના કોયલી ગામે આહીર સમાજનો ૧૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ તકે સમાજના ૨૩ યુગલો લગ્નગ્રંથીએ જોડાઈને પ્રભુતામાં પગલા માંડ્યા હતા. ત્યારે આયોજકો દ્વારા દાતાઓ તેમજ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારી અને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

સોરઠના પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડ તેમજ આમરણ ચોવીસી પંથકના સ્વ.આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાને સમર્પિત આ લગ્નોત્સવ પ્રસંગના મુખ્ય મહેમાનપદે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ હાજરી આપી હતી. આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા, અગ્રણીઓમાં અમુભાઈ હુંબલ, દેવદાનભાઈ જારીયા, આહીર સેના મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, આહીર સેના મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા, રાજુભાઈ જારીયાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે સમૂહલગ્ન જેવા માધ્યમથી સમાજ એક તાંતણે બંધાય છે. આવા પ્રસંગોથી કુરિવાજો, વ્યસનમુક્તિના અભિયાનને વેગ આપી તિલાંજલી આપવા માધ્યમ બને છે. હાલ બચતના પૈસા સમાજ સેવામાં વપરાય તો ભાવિ પેઢીને આર્થિક મજબૂરી સહન નહી કરવી પડે, સામાજીક માધ્યમથી કારકિર્દી ઘડતરએ જ સામાજીક વિકાસનું પગથિયું છે.

અધિક કલેકટર જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકને મોબાઈલ વળગણથી દૂર રાખવાની મોટી સમસ્યા ઉભી થઈ છે. મોબાઇલ દૂષણનું સામાજીક ચિંતન થવું જરૂરી છે. વર-કન્યાને ઉદ્દેશીને શીખ આપતા જણાવ્યું કે તમારી ભાવિ પેઢીને આરંભથી જ બાળકને ખોળામાં બેસાડી આહીરકુળના વીર મહાપુરુષોના ઇતિહાસ ઉજાગર કરી આહીર સંસ્કૃતિનું સિંચન કરવું તે જરૂરી છે.






Latest News