મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે જેથી કરીને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોને નિયમિત અને પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી)ના મોટાભેલા ગામના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલએ ફરિયાદ કરીને કહ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાનાભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી ઉનાળો નથી આવ્યો ત્યા અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે તો આગામી ઉનાળામાં શું થશે ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

સરકારી તંત્ર, સરકારી કોન્ટ્રાકટર ક્યારે ગામમાં પાણી આવે છે કે નહીં તે પૂછવા માટે પણ આવતા નથી. અને લોકોને ભગવાન ભરોસો હોય તેવી સ્થિતિ છે બીજી બાજુ મચ્છુ-૨ કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેથી કરીને સબંધિત વિભાગને જરૂરી આદેશ કરીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે જુદાજુદા ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News