માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારાની ભાગીદારી પેઢીએ લેણી રકમ માટે કરેલ દાવામાં ૨૫.૨૦ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ
SHARE







ટંકારાની ભાગીદારી પેઢીએ લેણી રકમ માટે કરેલ દાવામાં ૨૫.૨૦ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ
ટંકારાના નેકનામ પડધરી રોડ પર આવેલ જૈનમ કોટેસ એલએલપીની ભાગીદારી પેઢી દ્વારા માલના વેચાણ કર્યા બાદ તેની લેણી ૨૫.૨૦ લાખની રકમ માટે કોર્ટમાં દાવો કરવામાં આવેલ હતો જેમાં કોર્ટે પાંચ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી દેવામાં માટેનો હુકમ કર્યો છે.
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ પર આવેલ જૈનમ કોટેસ એલએલપીની ભાગીદારી પેઢી દ્વારા ચાંણોદની સિધ્ધી વિનાયક કાનીત ફેબ ના પ્રોપરાઈટર રંજના શ્રવણકુમાર તિવારી સામે ફેબ્રીકના માલના વેચાણ અંગેની તેની લેણી રકમ ૨૫,૨૦,૦૦૦ સ્પે.દિવાની કેશ નં.૬/૨૨ થી દાખલ કરેલ હતો આ દાવાના કામે પ્રતિવાદી સામે નીચેની કોર્ટે એક તરફી હુકમ કરી દાવો ચલાવેલ અને દાવામાં વાદી પક્ષ તરફથી પ્રતિવાદી વિરૂધ્ધ તમામ પુરાવાઓ રજુ થતા કોર્ટે વાદીનો પુરાવો ગ્રાહય રાખી વાદીનો દાવો મંજુર કર્યો હતો અને કોર્ટે વાદીને ૨૫,૨૦,૦૦૦ ની રકમ ઉપર વાર્ષિક પાંચ ટકાના વ્યાજ સાથે પ્રતિવાદીની વ્યકિત ગત તથા મિલ્કતમાંથી વસુલવા માટેનો હુકમ કરેલ છે. આ દાવાના કામે વાદી પક્ષ તરફથી મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ કોટક તેમજ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.
