મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલ પાસે બુલેટને ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટક્કર મારતા બંને પક્ષેથી મારામારી: ગાડીમાં પથ્થર-ધોકા મારીને કરી તોડફોડ


SHARE













મોરબીમાં દલવાડી સર્કલ પાસે બુલેટને ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટક્કર મારતા બંને પક્ષેથી મારામારી: ગાડીમાં પથ્થર-ધોકા મારીને કરી તોડફોડ

મોરબીમાં દલવાડી સર્કલ પાસે ડબલ સવારી બુલેટને ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બુલેટ લઈને જઈ રહેલા બે વ્યક્તિઓ સહિત કુલ ચાર શખ્સ દ્વારા ફોર્ચ્યુનર ગાડીમાં પથ્થર અને ધોકા મારીને તોડફોડ કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ મચ્છોનગરમાં રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા (28)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 3 એફકે 0256 ના ચાલક સહિત કૂલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, દલવાડી સર્કલ પાસેથી તેઓ પોતાનું બુલેટ લઈને જતા હતા ત્યારે તેની પાછળ એક વ્યક્તિ બેઠેલ હતી અને ત્યાં તેઓએ પોતાનું બુલેટ ઉભી રાખતા પાછળના ભાગેથી આવેલ ફોર્ચ્યુનર ગાડીના ચાલકે તેમના બુલેટને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને ત્યારબાદ ફોર્ચ્યુનર ગાડીના ચાલક અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર વ્યક્તિએ જપાજપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ ગાડીમાંથી ધોકો કાઢીને ફરિયાદીને માથાના ભાગે અને શરીરે માર માર્યો હતો. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જોકે, સામાપક્ષેથી આ બનાવ સંદર્ભે લીલાપર કેનાલ રોડે આવેલ શયામ પેલેસમાં રહેતા પાર્થ કૌશિકભાઈ ફેફ (૨૧) દ્વારા બુલેટના ચાલક તથા તેની સાથે બેઠેલ વ્યક્તિ સહિત કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ ફોર્ચ્યુનર ગાડી લઈને જતા હતા ત્યારે આગળ જઈ રહેલા બુલેટ નંબર જીજે ૩ 8736 માં તેઓની ગાડી અથડાઈ હતી અને તેઓ પોતાના મામા ખોડુભાઇની ફોર્ચ્યુનર ગાડી લઈને વાવડી ગામે ક્રિકેટ રમવા માટે જતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બુલેટના ચાલક તથા તેની ફોર્ચ્યુનર ગાડી અથડાઇ હતી અને ત્યાર બાદ બુલેટ ઉપર જઇ રહેલ બંને વ્યક્તિએ તેમજ બીજા બાઈકમાં આવેલ બે વ્યક્તિ આમ કુલ મળીને ચાર શખ્સો દ્વારા ઝઘડો કરીને ગાડીમાં પથ્થર તથા ધોકા મારીને ફોર્ચ્યુનર ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને ગાડીમાં નુકસાની કરી હતી જેથી અકસ્માત બાદ થયેલ મારામારી અને વાહનમાં કરવામાં આવેલ તોડફોડ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News