માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં
મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલ મહિલાનું મોત
SHARE






મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલ મહિલાનું મોત
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારના મહિલા થોડા દિવસ પહેલા બીમારી સબબ બેભાન થઈ ગયા હતા અને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મંજુબેન કાર્તિકભાઈ યાનીકા નામના ૪૧ વર્ષીય મહિલાને ગત તા.૨૫-૨ ના રોજ બીમારી સબબ બેભાન હાલતમાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તા.૨૬-૨ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મંજુબેનનું મોત નિપજ્યું હતું.રાજકોટ ખાતેથી કાગળ આવતા હાલ બનાવ સંદર્ભે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ હતી.
વાહન હડફેટ ઇજા
મોરબીના નવા બસ સ્ટેશન નજીક શનાળા રોડ ખાતે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા પુષ્પાબેન બીજલભાઇ ભીલ નામની ૩૦ વર્ષની મહિલાને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા ભુપતભાઈ અરમશીભાઈ ઠાકોર નામના ૧૯ વર્ષના યુવાનને માટેલ ચોકડી પાસે કોઈ અજાણ્યા બાઈક સવાર દ્વારા હડફેટ લેવામાં આવતા તેને પણ અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા કાનુબેન ગોરધનભાઈ ઉઘરેજા (૪૭) અને હેતલબેન ગોરધનભાઈ ઉઘરેજાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી સ્ટાફના વાલભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને મારામારીના બનાવ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
શનાળા રોડ મારામારી
મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલા હિરલ પાર્ક સોસાયટી ખાતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાકેશ કરશનભાઈ સોનગ્રા (૨૫) અને દ્રષ્ટિબેન કરશનભાઈ સોનગ્રા (૧૯) ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેના પક્ષેથી ચિરાગ દિનેશભાઈ સોનગ્રા નામના ૧૪ વર્ષના સગીરને ઇજાઓ પહોંચી હતી.જેથી ત્રણેયને સરકારી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવતા બનાવ સંદર્ભે નોંધ કરીને એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા મારામારી સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.


