મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
માળિયા (મિ.)માં સુવિધા માટે ઉપવાસ કરનારા યુવાનની તબિયત લથડતા લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો
SHARE






માળિયા (મિ.)માં સુવિધા માટે ઉપવાસ કરનારા યુવાનની તબિયત લથડતા લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો
માળિયા મિયાણામાં લોકોના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને ગત તા. 24 થી ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે જો કે, રવિવારે સાંજે તેમની તબિયત લથડતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આંદોલનકારીની તબિયત લથડતા તેમના ટેકમાં માળિયા શહેરના વેપારીઓએ સોમવારે બપોર બાદ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી હતી. અને લોકોની સુવિધા માટે આંદોલન કરી રહેલા યુવાનને સમર્થન આપ્યુ હતું.


