મોરબી : વીમો લીધેલ વ્યક્તિનું અવસાન થતાં વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
SHARE






મોરબી : વીમો લીધેલ વ્યક્તિનું અવસાન થતાં વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
જેતપરના વતની નીતાબેન રઘુભાઈ માલવણીયાના પતિનું અવસાન થયેલ અને તેમનો વિમો કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીનો હતો.વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા નીતાબેનએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ ગ્રાહક અદાલતે નીતાબેનને રૂા. ૧,૯૬,૪૧૪ અને રૂા.૭,૦૦૦ અન્ય ખર્ચના મળીને કુલ રૂા.૨,૦૩,૪૧૪ કેસ દાખલ કરેલ ત્યારથી વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેઈસની વિગત એવી છે કે, જેતપર (મચ્છુ) ગામના વતની રઘુભાઈ નોંધણભાઈ માલવણીયાનું અવસાન થતા તેણે રૂા.૨,૬૦,૦૦૦ વાહન લોન લીધેલ જેના ૩૬ હપ્તા ચુકવવાના હતા.આ લોન કોટક મહીન્દ્રા લાઈફ ફાયનાન્સમાંથી લીધી હતી.રઘુભાઈએ કોટક મહીન્દ્રા લાઈફ ઈન્સ્યુરન્સમાં વિમો ઉતરાવેલ હતો.રઘુભાઈનું અવસાન થતા તેમના પત્ની નીતાબેનએ વિમા કંપનીને કહયુ કે મારા પતિ જીવીત હતા ત્યાં સુધી હપ્તા ચાલુ હતા હવે તેમનું અવસાન થતા લોનની રકમ વિમા કંપની ભરે.તેણીએ તમામ કાગળો સમયસર કોટક મહીન્દ્રા લાઈફ ઈન્સ્યુરન્સમાં સબમીટ કરેલ હતા.પરંતુ વિમા કંપનીએ વિમો ચુકવવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ.રઘુભાઈ અભણ હોઈ વિમા એજન્ટે કહેલ ત્યાં સહીઓ કરી આપેલ તેમજ એજન્ટે રઘુભાઈને વિમા કંપનીની ટર્મસ એન્ડ કન્ડીશન જણાવેલ નહી.
પોલીસી ચાલુ દરમ્યાન રઘુભાઈ તા.૧૭-૨-૨૦૨૨ માં સીવીલ હોસ્પીટલ રાજકોટમાં મરણ પામેલ, અદાલતે કહયુ કે કોઈપણ વિમા એજન્ટે વિમાની ટર્મસ કન્ડીશન જણાવવી તે તેની ફરજ છે.તેના કામનો ભાગ છે. વિમા કંપનીની સેવામાં ખામી હોઈ તેવુ જણાવી નીતાબેનને કોટક મહેન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ રૂા.૧,૯૬,૪૧૪ અને રૂા.૭૦૦૦ મળી કુલ રૂા.૨,૦૩,૪૧૪ કેસ દાખલ થયેલ ત્યારથી વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
ગ્રાહકે વિમો લેતા પહેલા તમામ વિગતો અને નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે અને વિમાના તમામ કાગળોની ઝેરોક્ષ કોપી મેળવી લેવી હિતમાં છે.કોઈપણ વ્યકિતએ વિમો, વાહન લોન, મકાન લોન લેતા પહેલા તેની સંપુર્ણ વિગતો જાણવી તેના હિતમાં જરૂરી અને આવશ્યક બની રહે છે.છતાં કોઈપણ ગ્રાહકોને અન્યાય થાય સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.


