મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી વિશ્વ કિડની દિવસ: યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી

મોરબીની હદાણીની વાડીમાં રહેતા કંઝારીયા રૂડીબેન ડાયાભાઈએ સ્ટાર મલ્ટીપરપઝ કો.ઓ.સોસાયટી અને સહારા ઈન્ડીયા પરીવારમાં રકમ રોકેલ હતી.પરંતુ મુદત પાકેલ છતાં રકમ ન મળતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઈસ દાખલ કરલ હતો.જેમાં ગ્રાહક અદાલતે રૂડીબેનને રૂપીયા ૧,૦૦,૦૦૦ (એક લાખ) પુરા ૬ ટકાના વ્યાજ અને રૂા.૫,૦૦૦ (પાંચ હજાર) ખર્ચના મળી કુલ રૂા.૧,૦૫,૦૦૦ (એક લાખ પાંચ હજાર) પુરા તા.૩-૮-૨૩ ના રોજથી ચુકવવાનો આદેશ કરેલ છે.

આમ મુદત પુરી થતા રૂડીબેનએ રકમ પરત આપવા રજુઆત કરેલ પરંતુ સહારા ઈન્ડીયા પરિવારે રકમ આપેલ નહી.જેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા  ફરિયાદ દાખલ કરેલ.અદાલતે કંપનીની સેવામાં ખામી હોઈ રૂડીબેનને રૂા.એક લાખ પુરા ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.પાંચ હજાર ખર્ચના મળીને કુલ રૂા.એક લાખ પાંચ હજાર પુરા તા.૩-૮-૨૩ ના રોજથી ચુકવવાનો આદેશ ફરમાવેલ છે.સહારામાં ઘણા લોકોએ રકમ રોકેલ છે.તેને સમયસર રકમ પરત મળતી નથી.તો ગ્રાહકે કોઈપણ જગ્યાએ રકમ રોકતા પહેલા તપાસ કરી જાણકારી મેળવી લેવી જરૂરી છે.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.








Latest News