મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી
અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા
SHARE






અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા
માળિયા (મી) શહેરમાં થોડા સમય પહેલા ફાયરીંગ અને હત્યાની એક ઘટના બની હતી તે ઘટનામાં સંડોવેલા આરોપી દ્વારા પાલિકાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવી હતી જેને આજે પાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી છે આટલું જ નહીં અન્ય 32 જેટલા કાચા પાકા દબાણો મળીને કુલ 44 જેટલા દબાણો દૂર કરીને નગરપાલિકા હસ્તકની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખની છે કે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી આરોપીઓની ગેરકાયદેસર બનાવવામાં આવેલ મિલકતોને તોડવામાં આવી રહી છે જેથી કરીને ગુનાહિત માનસિકતા ધરાવતા અથવા તો ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઇ ગામે પોલીસ અગાઉ દારૂની રેડ કરવા માટે ગઈ હતી ત્યારે દારૂનો જથ્થો અને આરોપીને પકડવામાં આવેલ હતો જોકે આરોપી તથા મુદામાલને છોડવા માટે તેને મહિલાઓ સહિતાઓ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં 6 પોલીસ જવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત મહિલાઓ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો જે ગુનામાં સાત મહિલાઓ સહિત કુલ મળીને 9 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હુમલો કરનાર બુટલેગરના પરિવારજન દ્વારા સરકારી ખરાબની જગ્યા ઉપર ગેરકાયદે મકાન બાંધવામાં આવ્યું હોય તેના ઉપર ગઈકાલે મામલતદારની હાજરીમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓના બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું હતું
ત્યારબાદ આજે સવારથી ફરી પાછી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને માળિયા શહેરી વિસ્તારની અંદર થોડા સમય પહેલા ફાયરીંગ અને હત્યાનો એક બનાવ બન્યો હતો જે બનાવમાં ફારૂક જામ નામનો આરોપી સંડોવાયેલ હોય અને તેના દ્વારા માળીયા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર 12 જેટલી પાકી દુકાનો ખડકી દેવામાં આવી હતી આ તમામ દુકાન ઉપર આજે નગરપાલિકા દ્વારા પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવીને તમામ દુકાનોને તોડી પાડવામાં આવી છે આ ઉપરાંત 32 જેટલા કાચા પાકા અન્ય દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે આમ કુલ મળીને 44 જેટલા દબાણો આજે એક જ દિવસમાં માળિયામાં દૂર કરવામાં આવ્યા છે જે રીતે છેલ્લા બે દિવસથી ગુનાહિત માનસિકતા ધરાવતા અથવા તો ગુના આચારનારા શખ્સોની ગેરકાયદે બંધવામાં આવેલ મિલકતોને તોડવામાં આવી રહી છે આવી જ રીતે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવે તો મોરબીમાં ગુનાખોરીને ડામી શકાય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.


