મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય


SHARE













1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય

હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે અને માંગ કરતા ખૂબ વધુ પ્રોડક્શન થતું હોવાના કારણે વેચાણ થતું નથી અને જોઈએ તેવું માર્કેટ મળતું નથી તેજીનો જે સમય હતો તે હાલ મંદીના માહોલમાં ફેરવાઈ ગયેલ છે જેથી કરીને સમયસર પેમેન્ટ પણ થતાં નથી જેથી કરીને સિરામિક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા કારખાનારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે તેવામાં મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગ મળી હતી જેમાં 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદા જુદા મટિરિયલ સપ્લાય કરતા સપ્લાયરોની મીટીંગ યોજાઇ હતી અને જેમાં સપ્લાયરોનું એસો. બનાવવા માટેની ગતિવિધિ ચાલી રહી છે તેવામાં આજે રો-મટીરીયલના પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મીટીંગ મળી હતી જેમાં એબ્રેસિવ, સ્કોરિંગ વિલ, નેનો પેડ વિગેરે સપ્લાય કરતા 40 થી વધુ સપ્લાયરો ભેગા થયા હતા અને બધાએ રો-મટીરીયલ એસો.માં જોડાવા માટેની કાર્યવાહી કરી હતી અને આ મિટિંગમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમકે ઓવર ક્રેડિટ બંધ કરવું, પેમેન્ટ દેવાના સમયે સપ્લાયર ચેન્જ કરીને કારખાનેદારો દ્વારા માલ લેવો, ખાસ કરીને હાલમાં 240 થી 400 દિવસથી પણ વધારે જે ફેક્ટરીએ પેમેન્ટ કલેક્શન બાકી રાખેલ છે તે ફેક્ટરીઓ પર કઈ રીતે સપ્લાયર્સના પેમેન્ટનું કલેક્શન કઢાવવું વિગેરે બાબતની ચર્ચા કરી હતી અને આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, “આગામી 1 એપ્રિલ થી માત્ર 90 દિવસ જ સપ્લાય 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ આપશે તેનાથી વધુ પેમેન્ટ ક્રેડિટ કોઈ ઉદ્યોગકારોને આપવામાં આવશે નહીં જે નિર્ણય ઉપર સહુ કોઈ સહમત થયા હતા.




Latest News