મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE





માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર

માળીયા (મી) તાલુકાના દહીસરા ગામના ખુન કેસમાં મુખ્ય બંને આરોપી અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાનાના જામીન માટેની અરજી કરવામાં આવેલ હતી જેમાં બંનેના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું જેનુ મનદુખ રાખી આરોપીઓ સુરેશભાઈનાએ ફરીયાદીના પતિને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી હતી અને આરોપી અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતિના વાસાના ભાગે મારી ઈજા કરી હતી આરોપી અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતિને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી હતી તેમજ ફરીયાદીના પિતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતિને માર મારવાથી બચાવવા જતાં આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પિતાને કપાળના ભાગે મારીને ઈજાઓ કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને લાકડી તથા લોખંડના પાઈપથી જીવલેણ ઘા મારીને ઈજા કરી ખુન કરેલ હતું જેની માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ હતી. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમા આરોપીઓ અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોપીઓએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુાનહીત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોથરીયા, મોરબીના દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.




Latest News