મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનુ અપહરણ, બે શખ્સો સામે ગુનો નોંધાવાતા તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ


SHARE











મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનુ અપહરણ, બે શખ્સો સામે ગુનો નોંધાવાતા તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ

મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ બે ઇસમોની સામે ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે તા.૨૧-૧-૨૫ ના સાંજના સાતેક વાગ્યે અપહરણ કરી જવામાં આવેલ હોય સગીરાની ભાળ મેળવવા માટે પરિવારે દોડધામ કરી હતી છતાં સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા હાલ તાલુકા પોલીસમાં વિશાલ ગોવર્ધનભાઈ વર્મા રહે.મોવાસા મધ્યપ્રદેશ અને અશોક ગોરીલાલ વર્મા રહે.રાજગઢ મધ્યપ્રદેશ નામના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ઉપરોક્ત બંને સામે ફરિયાદ નોંધાઇ છે. જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા છે.

બાઈક-રીક્ષા અકસ્માત

મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામ પાસેથી જઈ રહેલા બાઇક ચાલકને અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લીધો હતો.જેથી કરીને બાઈક સવાર કૌશિકભાઇ પ્રદ્યુમનભાઈ ઠાકર (ઉમર ૪૨) રહે.જનકલ્યાણનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવની હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઇ છે.જ્યારે મોરબીના જેતપર અને અણીયારી વચ્ચે આવેલ તપોવન સ્કૂલ પાસેથી બાઈક લઈને જઈ રહેલા જગજીવનભાઈ નરભેરામભાઈ અમૃતિયા (ઉમર ૪૦) રહે.જેતપર તા.જી.મોરબી ના બાઈક સાથે રોજડું આડુ ઉતરતા વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક સ્લીપ થઈ જતા તેઓને ઇજાઓ પહોંચી હતી.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબી સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ મફતપરા વિસ્તારમાં રહેતો ગોવિંદ બાલાભાઈ પાટડીયા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર મચ્છર મારવાની દવા પી ગયો હોય તેને સિવિલે સારવાર માટે લવાય હતો.તેમ બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે. હાલ આ બનાવની સ્ટાફના મોમજીભાઈ ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે.તે રીતે જ મોરબી વીસીપરામાં રહેતો અરમાનશા ગુલાબશા શાહમદાર નામનો ૨૬ વર્ષનો યુવાન મોડીરાત્રીના એકાદ વાગ્યે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો.જેથી તેને પણ સિવિલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે






Latest News