મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે રોડના કામમાં લોટ, પાણી અને લાકડા: નબળા કામના વિરોધમાં ગ્રામજનોએ કર્યો હાઇવે ચક્કાજામ


SHARE











મોરબીના ઘૂટું ગામ પાસે રોડના કામમાં લોટ, પાણી અને લાકડા: નબળા કામના વિરોધમાં ગ્રામજનોએ કર્યો હાઇવે ચક્કાજામ

મોરબીથી હળવદ સુધીનો રસ્તો ફેરટ્રેક બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને મોરબીના ઘુંટુ ગામ પાસે હાલમાં કોન્ટ્રાકટર કામ કરી રહ્યો છે તેમાં લોટ પાણીને લાકડા જેવુ કામ કરવામાં આવે છે તેવો ગામના લોકોએ આક્ષેપ કરીને આજે હાઇવે રોડને ચક્કાજામ કરી દીધો હતો અને બે કલાક સુધી હાઇવે બંધ રહેતા વાહનોના થપ્પા લાગી ગયા હતા જેથી કરીને માર્ગ મકાન વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લોકોની માંગણી મુજબ કામ કરવાની ખાતરી આપેલ હતી જેથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

લોકોને સારા રોડની સુવિધા મળે તેના માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા વાપરવામાં આવે છે જો કે, અધિકારીની બેદરકારી અને કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામ કરવામાં આવે છે જેથી કરીને લોકોને સારી સુવિધાઓ મળતી નથી તે હક્કિત છે ત્યારે મોરબીની વાત કરીએ તો હાલમાં મોરબીથી હળવદ સુધીના સ્ટેટ હાઈવેના રોડને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને મોરબી તાલુકાનાં ઘુંટુ ગામ પાસે રોડની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે જે ગટર બનાવવામાં આવેલ છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરવામાં આવે છે

ઘૂટું ગામના આગેવાન દેવજીભાઇ પરેચાના કહેવા મુજબ હાલમાં જે ગટર બનાવેલ છે તેના ઉપરથી ભારે વાહન તો દૂરની વાત છે બાઇક લઈને કોઈ નીકળે કે પછી ચાલીને નીકળે તો પણ તે તૂટી જાય તેવી સ્થિતિ જેથી કરીને નબળી ગુણવતાનું કામ કરવામાં આવી રહ્યું હોવાથી આજે ગામના સરપંચ ગૌતમભાઈ કૈલાની આગેવાનીમાં સ્થાનિક લોકો દ્વારા મોરબી હળવદ હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અને ભ્રષ્ટાચાર બંધ કરો, સારું કામ કરો સહિતના સ્લોગન સાથેના બોર્ડ લઈને ગામના લોકો રસ્તા ઉપર ઉતારી ગયા હતા જેથી તાત્કાલિક તાલુકા પોલીસ ત્યાં દોડી આવી હતી જો કે, માર્ગ મકાન વિભાગના અધિકારી, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ નબળી ગુણવતાનું કામ કરવામાં આવે છે જેથી કરીને લોકોએ માર્ગ મકાન વિભાગના અધિકારી સ્થળ ઉપર ન આવે ત્યાં સુધી રસ્તો નહીં ખોલે તેવી ચીમકી ઉચ્ચારી હતી

જેથી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિગ્વિજયસિંહ સોલંકી તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને લોકોની માંગણી મુજબ ગામના લોકોની અવરજવર માટે નાલું મૂકવામાં આવેલ, જેટલા પણ દબાણો છે તે દૂર કરવામાં આવે અને સર્વિસ રોડ પહોળો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી જે તમામ માંગણી મુજબનું કામ કરવાની તેઓએ ખાતરી આપેલ હતી જેથી ગામના લોકોને રસ્તા ઉપરથી ચક્કાજામને ખુલ્લો કર્યો હતો જો કે, બે કલાક કરતાં વધુ સમય સુધી રોડ બંધ હતો જેથી પોલીસને પણ ટ્રાફિક ક્લિયર કરાવવામાં પરસેવો વળી ગયો હતો.

વધુમાં આ ગામના રહેવાસી આંબારામભાઈ પટેલ, જયશ્રીબેન કૈલા અને જાગૃતિબેન સોરીયાના કહેવા મુજબ હાલમાં નવી ગટર બનાવી છે તેમાં થોડા મહિનાઓ પહેલા મસમોટો ખાડો પડી ગયો હતો તેવી જ રીતે ગઇકાલે પાછો એક મસમોટો ખાડો પડી ગયો હતો જેથી ત્યાં સળિયા દેખાઈ ગયા હતા જો આવું નબળું કામ કરવામાં આવે તો આ રોડની બંને બાજુએ ગામ આવેલ છે અને ખાસ કરીને શાળા પણ ત્યાં આવેલ છે અને જો ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહી ઉઠી રહ્યો છે.






Latest News